Total Visitor: 1,210,221
Added Words: 1,096
No Word Word Meaning
501 બાસ્તો મહેમદાવાદની આસપાસ વણાતું જાડું સફેદ કિનાર કે ભાત વિનાનું કાપડ, વેજું, ખાદી
502 બાંધ્યે મીંઢળ તાજું પરણેલું, હજુ કાંડાનું મીંઢળ પણ ન છૂટ્યું હોય એવી અવસ્થા
503 બિસવા વસો (જમીનનું માપ)
504 બીકરામણી ધમકી
505 બીતી તાહિ બિસાર દે, આગે કી સુધ લે ભૂતકાળ યાદ કરીને તેનો વસવસો ન કરતાં હવે પછીની જ ફિકર કરો, એવો અર્થ
506 બીયો ચામડી પર છૂંદણાં પાડવા સારુ વનસ્પતિનો કદી ન ભૂંસાય એવો લીલા રંગનો રસ
507 બીસરું બીજું (બીજું + દૂસરું)
508 બુવારવું વાળવું, કચરો કાઢવો
509 બુહારવું વાળવું, કચરો કાઢવો
510 બૂતું કાઠું, મગદૂર, ગજું, શક્તિ
511 બેખડ બે જણનો સથવારો કે સહકાર; ત્રેખડ તે ત્રણ જણાનો સાથ
512 બેલી હાંકવી નકામુ ઊગેલ ઘાસકચરું કાઢનારું પાસવાળું ઓજાર, બે ચાસ વચ્ચે બળદની મદદથી ચલાવવું
513 બેસામણ આવેલું ભૂખમરાથી ગાય, ભેંસ, બળદ વગેરે ઢોરનું ભોંય બેસી જવું, જેમાંથી એ ફરી ઊઠી ન શકે, મરવા પડેલું
514 બેસામણ પડેલું ભૂખમરાથી ગાય, ભેંસ, બળદ વગેરે ઢોરનું ભોંય બેસી જવું, જેમાંથી એ ફરી ઊઠી ન શકે, મરવા પડેલું
515 બોદલું પાસું વ્યક્તિના ચારિત્ર્યની કે શક્તિની નબળી બાજુ
516 બોલ્યું વાયરે જાય, લખ્યું લેખે થાય વહેવારમાં લેખી કરાર કે દસ્તાવેજોની કિંમત મોઢે કરેલી વાતની સરખામણીમાં વધુ એમ સૂચવવા કહેવાય છે. બોલ્યું વિસરાય કે બોલનારો ફરી જાય જ્યારે લખાણ થયું હોય તે ફરી શકે નહિ તેથી કારગત નીવડે એવો અર્થ
517 બોલાસ દૂરથી કે નજીકથી સંભળાતો માણસનો કે સમુદાયના બોલવાનો અવાજ
518 બોળાવાડો સબગોલંકાર, બધું અભડાવી મેલવું
519 ભગતનું ભૂંડું નો થાય ભક્ત છે તેનું નુક્સાન કોઈ કરી ન શકે, કેમ કે ગમે તે સ્થિતિમાં એ સંતુષ્ટ હોય તેથી પોતાનું નુકસાન થયું એમ તેને ન લાગે
520 ભગદાડ ભીંત વગેરેમાં પડેલું માપ કે આકાર વગરનું મોટું બાકોરું