| No |
Word |
Word Meaning |
| 461 |
પોતમાળું |
જાતે, પોતે, પોતાનું, આગવું (કચ્છીઓમાં હમેશાં વપરાય છે) |
| 462 |
પોનુગરાપ |
ફોનોગ્રાફ, ગ્રામોફોન, ચૂડીવાજું, તાવડીવાજું |
| 463 |
પોપટા |
લીલા ચણાના છોતાસોતા દાણા અગર ઝૂમખાં, જીંજરાં |
| 464 |
પોમલી |
નાજુક બાંધાની છોકરી |
| 465 |
પોંચવાન |
પહોંચી શકે, કામ કરી શકે તેવી શક્તિવાળું, પહોંચી વળવાની ક્ષમતાવાળું |
| 466 |
ફક્કડરામ |
એકલો, અપરિણીત, વાંઢો |
| 467 |
ફટ્ય કે'તાં બ્રહ્મહત્યા |
કાકતાલીય ન્યાય, કાગનું બેસવું ને તાડનું પડવું કે ડાળનું ભાંગવું. અણધારી આફત |
| 468 |
ફરોખત |
વેચવું, વેચી મારવું |
| 469 |
ફંગોળિયો ઘા |
અંદાજે, અડસટ્ટે કરેલો ઘા |
| 470 |
ફાટી મૂઓ |
સ્ત્રીના મોઢાની એક ગાળ-રોયો, પીટ્યો જેવા અર્થની |
| 471 |
ફાટીમૂવો |
રોયાપીટ્યા જેવી એક ગાળ |
| 472 |
ફાટેલ પિયાલાનો |
ફાટેલ મગજનો, દારૂડિયો |
| 473 |
ફાંસિયા |
શેરડી સાંઠાના વચલા ટુકડા |
| 474 |
ફૂટકપાળી |
કમનસીબ, ફૂટલા ભાગ્યવાળી |
| 475 |
ફૂટતી મૉરી |
ફૂટતી મૂછના દોરા; ઊગતી જુવાની |
| 476 |
બકઝક |
બકવાદ, વાદવિવાદ |
| 477 |
બકરકુંદું |
બટકબોલું, બકરકુંદી, બટકબોલાપણું |
| 478 |
બગદું |
ઘીતેલની નીચે રહેતો ઘટ્ટ ગાળ (૨) કચરો |
| 479 |
બઘોણું |
બોઘરણું, પિત્તળનું દસબાર રતલ પ્રવાહી સમાય તેવડા કદનું પહોળા મોંનું વાસણ |
| 480 |
બજારબગદું |
હાલીમવાલી ટોળું, સમાજના સૌથી નીચલા થરનું લોક, કચરો-સમાજનો |
|
|