Total Visitor: 1,199,550
Added Words: 1,096
No Word Word Meaning
241 છેરણવેરણ વેરવિખેર, વેરણછેરણ
242 છોટી ઉંમર ને બહોત મનસૂબા અવાસ્તવ મહત્ત્વાકાંક્ષા, વધુ પડતી મહત્ત્વાકાંક્ષા હોવી
243 જક્સન રેલવે જંક્શનનું સ્ટેશન
244 જખમારણી નાહકની મહેનત, તરખડ
245 જગડાહ્યા દુન્વયી ડહાપણમાં પાવરધા
246 જગરવઘર લટિયાં અસ્તવ્યસ્ત વાળાનાં લટૂરિયાં
247 જટાજાળ ગૂંચવણી
248 જડાબીંટ જડમૂળ
249 જલમિયો દીકરો
250 જંદાજૂલણ રંગીલો, ફક્કડ (૨) તેવા માણસનો ભવાઈમાં આવતો વેશ (૩) અવ્યવસ્થિત, અઘળપઘળ અથવા તેવી વેશભૂષા અને વર્તનવાળો માણસ
251 જાવદઆયુ આવરદાં પહોંચતાં લગણ, મરવાની ઘડી સુધી
252 જીતવો જીવ
253 જીભ આપવી વચન આપવું
254 જીમિયું કાઠી લોકોમાં સ્ત્રીઓને ઓઢવા પહેરવામાં વપરાતું એક વસ્ત્ર
255 જીવતે પાળીશ ને મૂએ બાળીશ જેને પોતીકું કર્યું તેનું અવ્વલથી આખર સુધી પાલનપોષણ કરવું તે
256 જીવેરા જીવ, પ્રાણ
257 જીંથરું ગૂંચવાયેલા વાળનો ગુચ્છો, જીંથરા જેવા વાળવાળું
258 જુર્રત સાહસ, દ્યૃષ્ટતા
259 જૂતિયાં ખાઈ પર મખમલકી થીં હાર ખાવા છતાં તે કબૂલ ન જ કરવાની મનોવૃત્તિ સૂચવે છે; મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી જેવું
260 જેખું જેવું, યોગ્ય, ખાધા જેખું : ખાવા યોગ્ય. મૂળ 'सद्दश' પરથી