Total Visitor: 1,199,089
Added Words: 1,096
No Word Word Meaning
201 ઘૂંઘરિયાળા કેશ ગૂંચળાં વળેલા વાળ અથવા જુલફાં
202 ઘેરે વળવું ટોળે વળવું
203 ઘોડા ન ભૂંકે ભૂંકે ગધ્ધા; પૂરા ન છલકે, છલકે અધ્ધા અસંસ્કારી માણસ થોડીક જ સત્તાસમૃદ્ધિ પામે છે ત્યાં જ અભિમાન ધારણ કરી, પોતાની સત્તાસમૃદ્ધિનું પ્રદર્ધન કરવા માંડે છે
204 ઘોડા વાળતા થવું માંદગી પછી તદ્દન સાજાસારા અને શક્તિવાળા થઈ જવું
205 ચકરાં ચકરી પાઘડીવાળાં દખણી બ્રાહ્મણો માટે ગુજરાતી લોકોમાં વપરાતું વિશેષણ (તિરસ્કારમાં).
206 ચટૂલું ચાપલૂસી કરનારું, મસકો મારનારું
207 ચડતી પડતી ઢળતી છાયા જિંદગીની ઘટમાળમાં સુખદુ:ખ તડકાછાંયા જેવાં છે; અચૂક આવે ને જાય
208 ચડાવણહાર ચડાવનારો
209 ચાઉસ આરબ
210 ચાક પર પિંડો, ગોળો ઊતરે કે ગાગર અનિશ્ચિત વાત; કુંભારના ચાકડા પર કાલવેલી માટીનો હજુ પિંડો જ હોય ત્યારે જોનાર કહી ન શકે કે એમાંથી ગોળો બનશે કે ગાગર
211 ચાખણહારું ચાખનારું
212 ચાટ્ય એંઠવાડ નાખવાની પથ્થરની કૂંડી, ચાટ
213 ચામઠી માથે વેરો પડવો ચામઠું એટલે જિપ્સી, વાઘરી જેવી એક કોમનું માણસ. ચામઠી માથે વેરો એટલે આળસુને કામ કરવાની ફરજ પાડવી તે
214 ચાવી ચડાવવી કોઈને કોઈ બીજા સામે ભરમાવીને ઉશ્કેરવું
215 ચાંચુડો ચાંચિયો
216 ચાંદે ચાંદ કરવી કોઈની હા એ હા ભણવી
217 ચીખરાણ ચીસ (બુમરાણની તેમ જ જથ્થાવાચક અર્થમાં)
218 ચીરીમીરી લાંચ, રુશવત
219 ચીલનજર સમડી જેવી ઝીણી આંખ
220 ચીલાગત પડી ઘરેડે ચાલનારું; ગતાનુગતિક