| No | Word | Word Meaning | 
               
                  | 161 | ખેડી મેલવું | વાવેતર માટે ખેતર તૈયાર કરવું (૨) કોઈની મોટી હાણ કે બરબાદી માટે ચોમેરથી પૂરી તૈયારી રાખવી | 
               
                  | 162 | ખેપ્તાન | દોંગું (૨) ભરાડી | 
               
                  | 163 | ખોજણહારો | ખોજનારો | 
               
                  | 164 | ગજિયો પહેરવો | ગજી એટલે ખાદી, હાથે કાંતેલ સૂતરનું હાથે વણેલ ગજ (બે ફૂટ) પનાનું કાપડ; પાણકોરું, વેજું વગેરે કરતાં સહેજ પાતળા પોતની, ઘણી વાર લાલ રંગેલ ખાદી. તે પરથી 'ગજિયો પહેરવો.' સ્વામીનારાયણ સંપ્રદાયમાં વાનપ્રસ્થ ક | 
               
                  | 165 | ગઢવીર | ગઢમાં હોય ત્યાં સુધી શૂરો, ગઢબહાર મિયાંની મીંદડી | 
               
                  | 166 | ગણોત્રી | માળા | 
               
                  | 167 | ગતિયુગ | ગતિનો જમાનો, પ્રગતિનો જમાનો | 
               
                  | 168 | ગધાડી ઝાલવી | ગુનો, અપરાધ કરવો (૨) ખોટા આરોપ સામે પ્રોટેસ્ટ કરવામાં વપરાય છે : 'ભાઇ, મેં તારી શી ગધાડી ઝાલી છે?' | 
               
                  | 169 | ગધેડિયો સંન્યાસ | ઉપલકિયો કે તકવાદી ત્યાગ, ત્યાગવેરાગનો દંભ 
એક કુંભાર હતો. બૈરીને રોજ ડારો દે, 'હું સાધુસંન્યાસી થઈ જઈશ.' એક દિવસ બૈરી કહે, 'થા, કોણ ના પાડે છે?' કુંભારે તો કાવડિયાનો ગેરુ લઈ ભગવાં પેર્યાં ને મા'દેવને | 
               
                  | 170 | ગન્યાન ગપોડિયો | ફારીસી, દંભી ભ્રામણ, પોથીમાંનાં રીંગણવાળો શુષ્ક વેદાંતી, ચુસ્ત આચાર વિચારનો સ્વાંગ ધરીને જીવનારો | 
               
                  | 171 | ગનાનીનો ગમો જેમ આવે તેમ સમો | સમજુ ડાહ્યા માણસનું સૂચન હમેશાં સવળું ને શુભપરિણામદાયી જ હોય એવો અર્થ | 
               
                  | 172 | ગપતિયું | ગુપ્ત વાત, છાનગપતિયાં કરવાં | 
               
                  | 173 | ગયુંબીત્યું | ગયું, વીતેલું (હિન્દીમાં 'ગયાબીતા'નો અર્થ હીન ખરાબ એવો થાય છે.) | 
               
                  | 174 | ગરોહ | જમાત, દળ, પાર્ટી | 
               
                  | 175 | ગંગનાયા | ગંગાજી નાહ્યા; સાર્થક થવું; કોઈ કામ રૂડી રીતે પાર પડવું | 
               
                  | 176 | ગંજેડી | ભાંગગાંજાનો વ્યસની | 
               
                  | 177 | ગંડરક | ગાંડું, બાવળું, મૂર્ખ | 
               
                  | 178 | ગંધારું | ગંદું, હલકું | 
               
                  | 179 | ગાં-ગમચાં | ગલ્લાંતલ્લાં, ટાળાટાળી, આનાકાની | 
               
                  | 180 | ગાં-ગુલામી | હલકી ખુશામત, ચાપલૂસીભર્યો વર્તાવ | 
              
               
                  | 
                        
                     |